દ્વારકાધીશ જગતમંદિરમાં સાંજે ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે શ્રીજીને હરિયાળી સંગ પુષ્પકલિઓથી નિર્મિત વિશિષ્ટ પુષ્પ શૃંગાર મનોરથ યોજાયેલ. આ સાથે ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી શ્રીજીને અન્નકૂટ મનોરથ પણ યોજવામાં આવેલ. આ વિશિષ્ટ શૃંગાર સાથેના અન્નકૂટ મનોરથનું બહોળી સંખ્યામાં સ્થાનીય તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધેલ. ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતોએ આ દિવ્ય મનોરથને નિહાળી ધન્યતા અનુભવી હતી.