દ્વારકામાં દારૂ ખુલ્લેઆમ વેંચાય અને છાશ વેંચનારાને હેરાન કરવામાં આવે, ગેરકાયદે બાંધકામ પાર્કિંગવાળાને છૂટ અને લારી-ગલ્લાવાળાને મનાઈ, દરિયાકાંઠે પ્રવાસીઓને ઉંટ સવારી કરાવનારના ઉંટને પણ પુરી દેવાય છે : દ્વારકા જિલ્લા કોંગી પ્રમુખ પાલભાઇ આંબલીયા
દ્વારકામાં મંદિર પરિસરની નજીક તથા ગોમતી નદી કીનારા આસપાસ નાનો મોટો ધંધો કરતા લારી ગલ્લાવાળાઓએ પ્રાંત અધિકારી સામે દ્વારકા મેજીસ્ટ્રેટને ગત તા. ૨૩ના રોજ ભુરાભાઈ ખીમાભાઈ મોરડાવ તથા નારણભાઈ હાથીયા, ચંદુભાઈ જેતાભાઈ સહિતનાઓએ ફરીયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રાંત અધિકારી દ્વારા દબાણ મામલે ભેદભાવની નીતી રાખવામાં આવી રહી છેઆક્ષેપમાં જણાવવામાં આવ્યુ હતું કે, તંત્ર દ્વારા કોઈપણ સુચના વગર આવીને માલસામાન જપ્ત કરવામાં આવે છેઅને નાના માણસોને હેરાન, પરેશાન કરવામાં આવે છેતેની સામે સ્થાનીક જગ્યા પર હોટલના સંચાલકો કે દુકાનદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મામલે લારી ગલ્લાવાળાઓએ આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, આંદોલનકર્તાઓની માંગણી છે કે દબાણ હટાવમાં ભેદભાવની નીતી રાખવામાં ન આવે તંત્ર દ્વારા લારી ગલ્લાવાળાઓને દુર કરવામાં આવે છે જે જાહેર દબાણ નથી અને તેમના દ્વારા નગરપાલીકાના રેગ્યુલેશન મુજબ તેનુ ભાડુ ચુકવવામાં આવે છે છતા તંત્ર દ્વારા ધંધો કરવા દેવામાં આવતો નથી તેમજ કોઈપણ જાતની સુચના વગર સ્થળ પર આવીને માલસામાન જપ્ત કરવામાં આવે છે અને નાના ધંધાર્થીઓને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે આ બાબતે યોગ્ય કાર્યવાહી તેવું ઇચ્છી રહ્યા છે.