વેરાવળ બંદરની મહારાષ્ટ્ર ફિશરીઝના જાેઈન્ટ કમિશનરએ મુલાકાત લીધી
વેરાવળ બંદરની મુલાકાતે મહારાષ્ટ્રના જાેઈન્ટ કમિશનર ઓફ ફીશરીઝ તથા ડેપ્યુટી કમિશનર ઓફ ફીશરીઝ સહીતના અધિકારીઓ આવેલ હતા. આ તકે સ્થાનીક ખારવા માછીમાર સમાજના આગેવાનો સાથે થયેલી ચર્ચામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા માછીમારી વ્યવસાયને એગ્રીકલ્ચરનો દરજજાે આપવામાં આવેલ હોય તે મુજબ ગુજરાતમાં પણ આ મોડેલને લાગુ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાનું નકકી થયેલ છે. આ અંગે વેરાવળ ખારવા સંયુકત માછીમાર બોટ એસો. સાગરપુત્ર ફાઉન્ડેશનનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે, તાજેતરમાં મહારાષ્ટ્રના જાેઈન્ટ કમિશનર ઓફ ફીશરીઝ યુવરાજ એ. ચીંગલ, ડેપ્યુટી કમિશનર ઓફ ફીશરીઝ નાગનાથ વિનાયક ભડોલે સૌરાષ્ટ્રનાં વિવિધ બંદરોની મુલાકાતે આવેલ હતા. ત્યારે આ બન્ને અધિકારીઓ વેરાવળ બંદરની મુલાકાતે પહોંચેલ ત્યારે સ્થાનીક માછીમાર આગેવાનોમાં બાબુભાઈ ગોહેલ, પ્રવિણભાઈ સુયાણી સહીતના આગેવાનોને સાથે રાખીને અહીંની ફીશીંગ એકટીવીટીથી અધિકારીઓને વાકેફ કરેલ હતા. વધુમાં બન્ને અધિકારીઓ દ્વારા મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાંનાં માછીમારોને વિવિધ વેલ્ફેર યોજનાઓ અંતર્ગત આપવામાં આવતા લાભોની જાણકારી આપી હતી. તદ્દઉપરાંત મહારાષ્ટ્ર સરકાર દ્વારા માછીમારી વ્યવસાયને એગ્રીકલ્ચરનો દરજજાે આપેલ હોવાની જાણકારી આપી હતી. જેથી મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ માછીમારીને એગ્રીકલ્ચરનો દરજ્જાે આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ ઉઠી હતી. મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર પધ્ધતિથી થતી ફીશીંગ એકટીવીટીને કારણે ત્યાનાં માછીમારોને થતું આર્થિક નુકશાન અટકાવવા માટે દરિયા કિનારાથી ૧૨ નોટીકલ માઈલનાં દરિયાઈ વિસ્તારમાં સતત નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. તે પગલા ગુજરાતમાં પણ લેવામાં આવે તેવી માંગ માછીમાર સમાજમાંથી ઉઠી હોવાનું અંતમાં જણાવેલ છે.