કન્યા કેળવણી દિવસ નિમિતે નાના ટીમલા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષ વાવવા એ પ્રયાવરણ બચવાના ઉદેશયથી કામ કરતી સંસ્થા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા તેમની ટિમ દ્વારા લીમડી તાલુકાના નાના ટીમલા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી દિવસ નિમિત્તે પ્રયાવરણ બચાવાના ઉદેશયથી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો પ્રયાવારણ વિસે માહિતી આપી અને પ્રોત્સાહન આપવા માટે બાળકો ભેટ આપવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત નમ્રતાગ્રીન ફાઉન્ડેશન, મામલતદાર, ગામના સરપંચ કરસનભાઈ મેટાલીયા તથા પંચાયતના સભ્ય ભરતભાઈ વસવેલીયા, ઈશ્વરભાઈ વડેખણીયા, રામસીંગભાઈ મેટલીયા, ગગજીભાઈ વડેખણીયા, કુકાભાઈ વડેખણીયા, સુરેશભાઈ જાેગરાણા તથા શાળાના શિક્ષકો ગામના વડીલો તથા ગ્રામજનો સાથે મળી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.