ઊનાથી ગુપ્ત પ્રયાગ જવા અને આવવા માટે ઊના એસટી ડેપો દ્વારા બસ શરૂ કરવામાં આવતા યાત્રાળુ અને અભ્યાસ કરતી બહેનોમાં રાહત ફેલાઈ

0

ઊનાથી સાત કિલોમીટર દૂર પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થળ આવેલ છે. આ રૂટ ઉપર એકપણ એસટી બસ ચાલતી ન હોય પૂજય મુક્તાનંદ બાપુ(ગુપ્ત પ્રયાગ), ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને કસ્તુરબા ગાંધી વિધાલય દેલવાડાના પ્રિન્સીપાલ રૂપલીબેન પી. ગૌસ્વામીએ ઊનાના એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત કરતા ડેપો મેનેજર એલ.ડી. રાઠોડએ મંજૂરી મેળવી ઊના-દેલવાડા ગુપ્તપ્રયાગ રૂટની લોકલ એસ.ટી. બસ શરૂ કરવામાં આવી છે. જે સવારે ઊનાથી ૬:૫૦ અને ૭:૧૦ ઉપડશે અને પરત આવશે તેમજ બપોરે ૧૨:૧૫ અને ૧૩:૧૫ કલાકે જવા આવવા માટે ઉપડશે. આ બસ શરૂ થતા કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી બહેનો અને ગુપ્તપ્રયાગ જતા યાત્રિકો માટે અનુકૂળ રહેશે. આ બસ ચાલુ થતા લોકોમાં આનંદ ફેલાયો છે.

error: Content is protected !!