રાંચીથી માત્ર ૫૦ કિ.મી. દૂર નામકુમના વજ્રમારા ગામ કુદરતી સૌંદર્યના આકર્ષણનું કેન્દ્ર છે. વજ્રમારાની સુંદરતા એટલી આહલદાયક છે કે જ્યાં ગાઢ જંગલો, સુંદર ખીણો અને પર્વતોને આંબતા વાદળો અને નદીઓમાં વહેતા જળના સુમધુર સ્વરો મનને મનમોહક બનાવે છે, પરંતુ આ ગામની સૌદર્યતા જેટલી આકર્ષક છે તેટલી જ વર્ષાઋતુમાં એટલી ભયાવહ બની જાય છે. વાસ્તવમાં વજ્રમાંરાંનો અર્થ જ એક દુર્ઘટનાનો સર્જક -ઇતિહાસ ઘટક છે. સ્થાનિક લોકોના મતે નામકુમના “વજ્રમારામાં” ૩૬૫ દિવસમાં ૫૦૦ વાર વજ્રમાંરો (વીજળી પડવાની જગ્યા) વજ્રનો મારો પડે છે. આ કોઈ અતિશયોક્તિ નથી પરંતુ એક સ્તબ્ધ કરી દે તેવી વાસ્તવિકતા છે. ઝારખંડની રાજધાની, રાંચીના આ નાના એવા ગામમાં ભાગ્યેજ કોઈ એવો “ભગ્યવાન” પરિવાર હશે જેને વજ્રમારની ભોગ-પીડા સહન ના કરી હોય…! પછી ભલે તે પશુઓનું, પાકનું, કે પરિવારના પ્રિયજનોને અનાયસે ગુમાવવાનું દુર્ભાગ્ય સહન કરવાનો ભાગ હોય. ગામલોકોના વાયકા મુજબ ઘણા દાયકાઓ પહેલા આ વિસ્તારમાં વીજળી પડવાની ઘટના એટલી બધીવાર ઘટિત બની કે ગામલોકોએ એ ગામનું નામ જ “વજ્રમારાં” રાખી દીધું. વજ્રમારાનો અર્થ વારંવાર વીજળી પડવાની જગ્યા થાય છે. ખાસ કરીને આ વિસ્તાર વીજળી પડવાની ઘટનાથી પ્રભાવિત થાય છે. ગામના મોટાભાગના લોકો વ્યવસાયે ખેતી અને પશુપાલન આધારિત જીવન નિભાવ રાખે છે જેથી વર્ષાઋતુમાં ખેતરોમાં શ્રમ કરવો અને વૃક્ષની નીચે આશ્રય લેવો ઘાતક બની રહે છે. આ ગામમાં વીજળીનો ભય એટલો ભયાવહ હોયહોય છે કે, વરસાદની ઋતુમાં ગામ લોકોને ફરજીયાત સ્થળાંતર કરવાની ફરજ પડે છે. તેઓ વર્ષાઋતુના આ સમયગાળા દરમિયાન આભમાંથી આફતરૂપી “વજ્રમારા”નઆ ઓથારમાં જીવન જીવે છે. જે બાળકોના દાદીમાનું ઘર આ ગામમાં છે તેઓ ઉનાળાની રજાઓ માણવા આવે છે પરંતુ વર્ષાઋતુની શરૂઆત થાય તે પહેલા જ તેના ઘરે પાછા ફરી જાય છે. વજ્રમાંરામાં આટલી બધી વીજળી પડવાની ઘટનાનું વૈજ્ઞાનિકઓએ એવું તારણ દર્શાવ્યુ છે કે, વજ્રમાંરાની આસપાસના વિસ્તારો ,ગાઢ જંગલો અને ઊંચા વૃક્ષઓ, ટેકરીઓ અને પર્વતોને આંબતા વાદળોથી ગોરંભાયેલા છે જે વીજળીને આકર્ષે છે અને બીજું એક કારણ એ પણ છે કે બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાના વાદળો ઝારખંડના આ પર્વતીય વિસ્તારોને ગાજવીજ ગર્જના સાથે આવતા હોવાથી આવા વિસ્તારોમાં વીજળી પાડવાની ઘટનઓમાં વધારો કરી દે છે. પરંતુ એક નારી વાસ્તવિકતા એ પણ છે કે આ ગામના લોકો વર્ષમાં ૩૬૫ દિવસમાં ૫૦૦ વખત “વજ્રમાંરાં”ના ઓથાર વચ્ચે પણ પોતાનું જીવન નિરવાહ નિભાવવા સહમત બની જાય છે.