નાના કોલીવાડામાં અંદાજે ૮૦ કિલોથી વધુ માલપુડાની ભાવિકોએ સમુહ પ્રસાદી લીધી
સોમનાથ મહાદેવ સાનિધ્યમાં આવેલ નાના કોલીવાડા શ્રી રામદેવપીર મહારાજ મંદિરે ભકિતભાવ અને માલપુડાની સમુહ પ્રસાદી સાથે ઉજવણી કરવામાં આવી હતી. સર્વ જ્ઞાતિજનો પોતાના કામકાજ ધંધો બંધ રાખી મંદિર તેમજ પ્રસાદ ઘરમાં સ્વૈચ્છીક સેવાઓ આપી અંદાજે ૭પથી ૮૦ કિલો માલપુડા બનાવાયા હતા. વેણેશ્વર મંદિર રોડ ઉપર ખાસ માલપુડા બનાવવાનું પ્રસાદ દ્વારા ધમધમી રહ્યું હતું. જ્યાંથી ટ્રેક્ટરના ફેરાઓ કરી નાના કોલીવાડા મંદિર વાડી પાસે પ્રસાદ પહોંચાડાતો હતો. રાત્રે મંદિરે બીજપાઠ અને અનુષ્ઠાન કરી દાળ, શાક, સંભારો, માલપુવા થાળ ધરી જ્ઞાતિ-જાતીના ભેદભાવ વગર સૌએ સમુહમાં પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યવાહીમાં નાના કોલીવાડા પટેલ પ્રવિણ ચુડાસમા, ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા, વજુભાઈ ગઢીયા, જીતુભાઈ કામળીયા, હિરૂબહેન ગરેજા, સુરેશ ગઢીયાએ સુંદર જહેમત ઉઠાવી હતી.