જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે હમણાં તાજેતરમાં ગ્રામ પંચાયતની સામન્ય ચુંટણી યોજાયેલ હતી. તેમાં સરપંચ પદ્દના ઉમેદવાર (૧) આમદભાઇ ઓસમાણભાઇ સીડા, (ર) ભુપતભાઇ ચનાભાઇ જીંઝુવાડીયા, (૩) બાલાભાઇ ઘેલાભાઇ જીંઝુવાડીયા તથા (૪) મુકેશભાઇ નારણભાઇ સોનારા એમ કુલ-૪ ઉમેદવારો હતા અને તે ચારેય ઉમેદવારોએ અલગ-અલગ સભ્યોની પેનલો પણ ઉભી રાખેલ હતી. ત્યારે સરપંચ તરીકે અઢારેય વરણના મતો મળવાથી આમદભાઇ ઓસમાણભાઇ સીડાની જીત થયેલ અને તે જીત બાદ ચારેય ઉમેદવારો સામ-સામે લડેલ હોવા છતાય મત ગણત્રીના રીઝલ્ટ આવ્યા બાદ આમદભાઇ ઓસમાણભાઇ સીડાની જીત થતા ચારેય ઉમેદવારો એકસાથે એકબીજાને ગલે મળી સૌ ગામ લોકોનું આભાર માનેલ અને વંથલીથી ટીનમસ ગામે હારેલા અને જીતેલા ઉમેદવારો એકસાથે ટીનમસ ગામે પહોંચીને ગામ લોકોએ ચારેય ઉમેદવારોને એકસાથે ઉભા રાખી ફુલહારથી સ્વાગત કરેલ અને ત્યારબાદ સરપંચ તરીકે જીતેલા ઉમેદવાર આમદભાઇ ઓસમાણભાઇ સીડાના વિજય સરઘસમાં પણ ટીનમસ ગામની કાયમ માટે કોમ-કોમ વચ્ચે એક્તા અને શાંતિ તેમજ ભાઇચારાનું વાતાવરણ કાયમ બની રહે તેવી ભાવનાથી જીતેલા ઉમેદવારના વિજય સરઘસમાં હારેલા ઉમેદવાર ભુપતભાઇ ચનાભાઇ તથા બાલાભાઇ ઘેલાભાઇ તથા મુકેશભાઇ સોનારા સાથે જાેડાઇને વિજય સરઘર પુર્ણ થયા સુધી હાજરી આપેલ હતી. તે બદલ સૌને જૂનાગઢ જીલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી. સીડએ આભાર માનેલ અને કાયમ માટે અઢારેય વરણમાં આવી કોમી એક્તાની ભાવના જળવાઇ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો. આ એક વંથલી તાલુકાના ટીનમસ ગામની કોમી એક્તા અને ભાઇચારાની વર્ષો જુની પરંપરા છે. તે પરંપરા અને કોમી એક્તાની ભાવનાને ટીનમસ ગામના લોકો કાયમ જાળવી રાખશે. ગામની એક્તા થકી જ ગામનો વિકાસ સક્ય છે તેવું જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી. સીડાની યાદીમાં જણાવેલ છે.