ઉના પોલીસ સ્ટેશનની વડલા પોલીસ ચોકીનું લોકાર્પણ

0

ઉના શહેર તેમજ તાલુકાની જાહેર જનતાની સેવા, સુરક્ષા, શાંતિ અને સલામતી માટે ઉના શહેરને જાેડતા મુખ્ય રસ્તા વડલા ચોક પાસે નવનિર્મિત થયેલ ઉના પોલીસ સ્ટેશનની વડલા પોલીસ ચોકીનું લોકાર્પણ સાંસદ સભ્ય, ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉના શહેરના નાગરીકોની લોક ભાગીદારીથી નવનિર્મિત થયેલ ઉના પોલીસ સ્ટેશનની વડલા પોલીસ ચોકીનું લોકાર્પણ જૂનાગઢ લોકસભાના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા તેમજ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ(કે.સી.રાઠોડ)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ઉના વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, ઉના મામલતદાર ડી.કે.ભીમાણી, ઉના પી.આઈ એમ.એન.રાણા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, નગરપાલિકાના ઉપપ્રમુખના પ્રતિનિધિ મયંકભાઈ જાેશી, તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી મિતેશભાઈ શાહ, શહેર ભાજપ મહામંત્રી કાંતિભાઈ છગ, તાલુકા ભાજપ મહામંત્રી ગંભીરસિંહ ગોહિલ, નગરપાલિકાના સદસ્યઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદેદારો તેમજ પોલીસ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!