શ્રી અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડા મુકામે શિક્ષણ મંત્રી(રાજ્ય કક્ષા) પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન, પદાધિકારીઓ, અધિકારીઓ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત પ્રમુખઓ, સદસ્યઓ, સરપંચ, પૂર્વપ્રમુખઓ, હોદ્દેદાઓ, વાલીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પાનસેરીયાનું પુષ્પ પાંખડીઓથી દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી પાનસેરીયા દ્વારા દરેક દીકરીઓને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ મંત્રી તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ ૯ અને ધોરણ ૧૧માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કૂલબેગ તેમજ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ ૧૧ની વિદ્યાર્થીની દીક્ષિતાબેન દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સુંદર મજાનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મંત્રી દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રી પાનસેરીયાએ પોતાના વક્તવ્યમાં તેના વિદ્યાર્થી તરીકેના સંસ્મરણો વાગોડિયા અને વિદ્યાર્થીઓને ધ્યેય નિશ્ચિત કરી પુરૂષાર્થ ધીરજ અને સંસ્કાર દ્વારા સફળતા કેમ મેળવવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ શિક્ષણ ક્ષેત્રે વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને કાર્યક્રમની આભાર વિધિ શ્રી યુવક મંડળ પ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય રત્નેશભાઈ જાેષી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિસરની મુલાકાત લઇ મંત્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ વર્ગખંડની મુલાકાત લઇ અધ્યાપન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું જે ખરેખર અકલ્પનીય બની રહ્યું હતું.