ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં સિંહ અને દીપડાએ કાયમી રહેણાંક બનાવી લીધું છે. અવાર નવાર શિકાર અને હુમલાના બનાવો બને છે. ઊના તાલુકાના આમોદ્રા ગામે રહેણાંક વિસ્તારમાં રમેશભાઈ બાબુભાઈ ઝાલાવડીયાના ડેલા બંધ મકાનના ફળિયામાં એક દીપડો શિકારની લાલચમાં બેઠો હતો ત્યારે સવારે દક્ષાબેન રમેશભાઈ ઊઠી વરંડાનો દરવાજાે ખોલતા ફળિયામાં દીપડો બેઠો હોય જાેઈ જતા ઓસરી તરફ ભાગવા જતા દીપડો તેમની પાછળ આવેલ અને દક્ષાબેન બચાવ કરેલ દીપડો મકાનના રસોડામાં ઘૂસી ગયો હતો. બેને રાડા રાડી કરતા રમેશભાઈ જાગીને લાકડી લઈ દીપડાને બહાર કાઢવા કોશિષ કરતા દીપડાએ ઉશ્કેરાઈ જઈ રમેશભાઈના હાથ ઉપર ન્હોર ભરાવી ઈજાઓ કરી રસોડામાં છુપાઈ ગયો હતો. લોકોએ વન વિભાગને જાણ કરતા તુરંત વન વિભાગની રેસ્ક્યૂ ટીમ આવી દીપડાને પકડવા ગનથી બેભાન કરવાનું ઇન્જેક્શન મારી મહામહેનતે બેભાન કરી પકડી લઈ ગયા હતા. અમોદ્રા ગામના આગેવાન દિલીપભાઈએ જણાવેલ કે ગામની એકપણ સીમ એવી નથી કે દીપડા ના હોય અને સિંહનું એક ગ્રુપ પણ સીમમાં કાયમી રહેણાંક બનાવી લીધું છે. ગામના લોકો ભય સાથે જીવી રહ્યા છે. રમેશભાઈ બાબુભાઈ ઝાલાવડીયાને ઇજાગ્રસ્ત હાલતમાં ઊનાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
બીજા બનાવમાં ઊના તાલુકાના ડમાસા ગામમાં આવેલ શિવ મંદિરના પરિસરમાં એક સિંહએ વાછરડીનો શિકાર કરી વંડી ઠેકવા જતા મંદિરના પરિસરમાં આવેલ કુઈમાં પડી ગયો હતો. સવારે મંદિરના પૂજારી મનસુખગીરી આરતી કરવા આવતા કુવામાં સિંહનો અવાજ આવતા જાેતા સિંહ પડી ગયેલ હતો તુરંત લોકોએ ગીર પૂર્વ વન વિભાગ જશાધારની કચરીએ જાણ કરતા આર.એફ.ઓ. એલ.બી. ભરવાડ, ફોરેસ્ટર વીરાભાઈ ચાવડા, પ્રતાપભાઈ ખુમાણની રેસ્ક્યુ ટીમ આવી દોરડું કુઇમાં નાખી સિંહને સલામત રીતે બહાર કાઢી પાંજરે પૂરી જશાધારની એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. લોકોના કહેવા મુજબ આ વિસ્તાર બે સિંહ અને એક સિંહણ કાયમી આટા ફેરા મારે છે.