વહેલી સવારે મંગલામાં છપ્પનભોગ મનોરથ, શ્રૃંગારે ડ્રાયફ્રુટ મનોરથ સાંજે ઉત્થાપને અન્નકૂટ મનોરથ
દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારના કાળિયા ઠાકોરને પુજારી પરીવારે વહેલી સવારે મંગલા આરતી સમયે છપ્પનભોગ મનોરથ યોજવામાં આવેલ હતી. ત્યારબાદ શ્રીજીના શૃંગાર આરતી સમયે પણ ઠાકોરજીને ડ્રાયફ્રુટ મનોરથ યોજવામાં આવ્યા હતા. આમ શ્રીજીના સવારના ક્રમમાં જ ઠાકોરજીને બબ્બે મનોરથ દર્શન યોજવામાં આવ્યા હતા. તો સાંજે ઉત્થાપન સમયે પણ શ્રીજીને ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયા હતા. આ તમામ મનોરથ દશનનો બહોળી સંખ્યામાં સ્થાનીય તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ દર્શનનો લાભ લીધો હતો.