
યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદ અને પવનના કારણે દ્વારકા જગત મંદિરના શિખર ઉપર ભગવાન શ્રી દ્વારકાધીશજીની ૫૨ ગજની ધજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવાઈ હતી પરંતુ રવિવારે સવારથી જ વરસાદે વિરામ લીધો હતો અને સૂર્યનારાયણએ દર્શન દેતા ભગવાન શ્રી દ્વારકાધીશની ધજાજી મંદિરના શિખર ઉપર રેગ્યુલર જગ્યાએ ચડાવવામાં આવી હતી.