કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પ્રથમ સ્વદેશી આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમનું નિરીક્ષણ કર્યું

0

પાણી(ૐ૨ર્ં)ના બંને તત્વોને છુટ્ટા પાડી ગ્રીન હાઈડ્રોજન ફ્યુલ તૈયાર કરે છે, ભારતમાં જ બનેલી આ સિસ્ટમ : કેન્દ્રીય મંત્રીની સાણંદ સ્થિત ગ્રીનઝો એનર્જીના અત્યાધુનિક ઉત્પાદન એકમની મુલાકાતથી ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ‘આર્ત્મનિભર ભારત‘ના સંકલ્પને બળ મળશે

ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાણંદ સ્થિત ગ્રીનઝો એનર્જી દ્વારા ભારતીય જ્ઞાન અને કૌશલ્યથી વિકસાવવામાં આવેલી, પ્રથમ સ્વદેશી આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ્સનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન માટેની અદ્યતન પ્રોડક્શન ફેસિલિટીની મુલાકાત લીધી હતી. ભારતમાં જ બનેલી આ સિસ્ટમ પાણી(ૐ૨ર્ં)ના બન્ને તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજનને છુટ્ટા પાડી ગ્રીન હાઈડ્રોજન ફ્યુલ તૈયાર કરે છે. છઈ સિસ્ટમ, ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા, પાણીને વિભાજિત કરીને ગ્રીન હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન કરવા માટેની એક અત્યંત મહત્વપૂર્ણ ટેકનોલોજી છે. ઔદ્યોગિક સ્તરે હાઇડ્રોજન ઉત્પાદન માટેની આ સૌથી જૂની અને સુસ્થાપિત પદ્ધતિઓમાંની એક છે. કેન્દ્રીય ગૃહમંત્રીની આ કંપનીની મુલાકાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને ક્લીન એનર્જી ઉર્જા ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવાના દ્રઢ સંકલ્પને બળ આપશે. સાણંદ સ્થિત આ પ્રોડક્શન ફેસિલિટી ‘નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન‘ના રાષ્ટ્રીય લક્ષ્યો સાથે સુસંગત રહી, દેશને ગ્રીન એનર્જી ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવાની કાર્યરત છે. ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે દેશની આ નામાંકિત સંસ્થાના વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે નવીનતમ સંશોધન અને અતુલ્ય યોગદાનની કદર રૂપે, મંત્રી અમિત શાહે ગ્રીનઝો એનર્જીને ગ્રીન હાઈડ્રોજનના પ્રતીકરૂપ મોમેન્ટો – એવોર્ડ પ્રદાન કરી સન્માનિત કરી હતી. આ સન્માન અમારી સમગ્ર ટીમને અદ્યતન અને સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ‘આર્ત્મનિભર ભારત‘ના સ્વપ્નને સાકાર કરવા માટે સતત પ્રેરણા અને ઉત્સાહ પૂરો પાડશે, તેમ એવોર્ડ સ્વીકારનાર સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું. અમારા આધુનિકતમ પ્રયાસોની કદર કરવા બદલ અમે મંત્રીના ખૂબ-ખૂબ આભારી છીએ. ગ્રીનઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન અને સોલ્યુશન માટેનું એક વૈશ્વિક હબ બનાવવાના ભગીરથ કાર્યમાં સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!