સત્તાધીશોને સદબુદ્ધિ માટે હવન કરાયો : નાસ્તો, બદામશેક અને પાણીની બોટલનું મફત વિતરણ કરાયું
દ્વારકા નગરપાલિકા દ્વારા લારી-ગલ્લા, પાથરણા વાળા અને છાસ-દહીં વેંચતા કે દરિયા કિનારે ઊંટ પર યાત્રિકોને સવારી કરાવતા માલધારીને તેઓના લારી, ટેબલ, પાથરણા ઉપાડી લેવામાં આવતા આ લારી-ગલ્લાવાળા તેમજ પાથરણાવાળા નાના વેપારીઓ રોષે ભરાયા હતા. જેથી દ્વારકામાં પ્રાંત કચેરી ખાતે પાંચ દિવસ પૂર્વે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. શનિવારે આંદોલનના ત્રીજા દિવસે ભેળ, સમોસા, ઘૂઘરા, છાસ તથા પાણી એવી ખાદ્ય ચીજ વસ્તુઓ લોકોને મફત વિતરણ કરી, વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પૂર્વે શુક્રવારે બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ માટે હવન કર્યો હતો. તો શનિવારે ત્રીજા દિવસે “ભ્રષ્ટ નેતાઓ ખાય એના કરતાં તો ગરીબ ખાય” એવા બેનર સાથે ખારવા દરવાજા પાસે મફત નાસ્તા વિતરણ કરી અનોખો વિરોધ કર્યો હતો. જે નગરપાલિકા ટ્રાફિકનો હવાલો આપી લારી ગલ્લા રેંકડીઓ હટાવે છે એ જ નગર પાલિકાને ૧૪ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ હોય, હોટલોના ગેરકાયદેસર બાંધકામ હોય, હોટલનું ગેરકાયદેસર પાર્કિંગ હોય, હોટલ બહાર રાખવામાં આવતા ગેરકાયદેસર જનરેટર હોય કે તેમના ગ્રાહકોના વાહનો હોય – એ ટ્રાફિકમાં અડચણ લાગતી નથી તે બાબતને આંદોલન કાર્યો એ આશ્ચર્યજનક તેમજ દુ:ખદ ગણાવી હતી. કરતા ને ગરીબોની રેંકડીઓ જ કેમ દેખાય છે? તો સરકાર સમક્ષ માંગણી કરીને સૌપ્રથમ અનઅધિકૃત બાંધકામો દૂર કર્યા બાદ જ ગરીબ તથા નાના વેપારીઓની લારી ગલ્લાઓ ઘટાડવામાં આવે તે સહિતની વિવિધ બાબતો આ આંદોલનના નેતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ વ્યક્ત કરી હતી. જ્યાં સુધી આ ગરીબ પાથરણાવારાઓ વિગેરેનો પ્રશ્ન સુખદ રીતે નહીં ઉકેલાય ત્યાં સુધી આ આંદોલન જારી રાખવામાં આવશે તેમ પણ વધુમાં જણાવ્યું છે.