રથયાત્રા સમિતિ દ્વારા આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ સ્થિત જગન્નાથજી મંદિરથી રથયાત્રા શહેરનાં માર્ગો ઉપર નીકળી હતી. જેમાં ભાવિકોએ દર્શન કરી ધન્યતાં અનુભવી હતી. રથયાત્રા બાદ વાંજા વાડ ખાતે આવેલ ખરડેશ્વર વાળીમાં રથયાત્રા સમિતિ દ્વારા કોઈપણ ભેદભાવ વિના તેમજ સનાતન પરંપરા મુજબ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. જેમાં સોરઠીયા વાણંદ જ્ઞાતિનાં પ્રમુખ બિપિનભાઈ ભટ્ટી, રાજેન્દ્ર ચુડાસમા, ધનશુખભાઈ ચુડાસમા, વિજય ચુડાસમા સહિત જગન્નાથ યુવા સંગઠનનાં પ્રમુખ ભદ્રેશભાઈ પરમાર, પાર્થ ભટ્ટી સહિતની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. તેમજ આ કાર્યમાં સાગર વાજા, પ્રફુલ ચુડાસમા, મોહિત વાજા, રાજુપરમાર, વિમલ વાઢેર, પ્રકાશ પરમાર, વિજય વાજા, પ્રયાગ ચુડાસમા સહિત સેવાકાર્યમાં જાેડાયાં હતાં. જયારે મહિલા મંડળના હંસાબેન પરમાર સહિતની ટીમ પણ જાેડાયા હતા.