સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે વિદાય સન્માન યોજાયો

0

સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે જ્યોત્સનાબેન રાવરાણી(પટ્ટાવાળા) જે તારીખ ૩૦-૬-૨૦૨૫ના રોજ વય નિવૃત્તિ થાય છે તેમનો વય નિવૃત્તિ સન્માન સમારંભ તારીખ ૨૮-૬-૨૦૨૫ના રોજ જિલ્લા પુસ્તકાલય ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં સરકારી જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ પી.જી. મહીડા, કે.કે. રાવલ(નિવૃત), ચંદુભાઈ કાળા, તાલુકા લાઇબ્રેરી વંથલી, કેશોદ અને વિસાવદરના મદદનીશ ગ્રંથપાલ આ તકે હાજર રહ્યા હતા. સાથે સાથે જ્યોત્સનાબેનનો પરિવાર પણ હાજર રહ્યા હતા. સરકારી જિલ્લા પુસ્તકાલય સ્ટાફ વતી જ્યોત્સનાબેન નિવૃત્ત થતા હોય ત્યારે તેમનું હવે પછીનું જીવન ખૂબ જ સુખ શાંતિ અને આરોગ્યમય પસાર થાય અને પરિવાર સાથે આનંદ વિતાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!