જૂનાગઢમાં વાંચન વલોણું દ્વારા ચક્ર સંહિતા વિષય ઉપર પુસ્તક પરિચય અને વર્કશોપ યોજાયો

0

તારીખ ૨૮-૬-૨૦૨૫ ના રોજ જૂનાગઢમાં પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાયો.વાંચનને પ્રોત્સાહન આપવા માટે ટૂંકા સમયમાં જાણીતી થયેલી સંસ્થા મુક્તધારા ફાઉન્ડેશન- વાંચન વલોણું દ્વારા પુસ્તક અને વાંચનને લગતા વિવિધ કાર્યો થતા રહે છે. જે અંતર્ગત “ચક્રસંહિતા” પુસ્તક વિશે આ પુસ્તકના જ લેખક ડો. જિતેન્દ્રભાઈ પટવારી દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવ્યો હતો. કાલરિયા સ્કૂલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પરિચયની સાથે સાથે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તે હેતુથી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવેલ. દીપ પ્રાગટ્ય ઉપરાંત પુસ્તક વિશેની સુંદર પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.ડૉ. પટવારીએ “ચક્ર હિલિંગ” વિષય પર પીએચ.ડી કરનારા વિશ્વના એકમાત્ર વ્યક્તિ છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષોથી આ વિષય પર કાર્યરત છે. તેમના જણાવ્યા મુજબ શરીરના સાત ઊર્જા કેન્દ્રો જન્મથી મૃત્યુ સુધીનાં મનુષ્ય જીવનના તમામ પાસાંને આવરી લે છે. ચાહે તે શારીરિક સ્વાસ્થ્ય હોય, ભાવનાત્મક સંતુલન હોય કે આધ્યાત્મિક પ્રગતિ. તેમની પાસેથી સમગ્ર જીવન બદલી શકે તેવી માહિતી તેમ જ હીલિંગ પદ્ધતિઓ જાણવાનો આ અમૂલ્ય મોકો જૂનાગઢ વાસીઓને પ્રાપ્ત થયો. શરીરના સાત ચક્રોનું અસંતુલન કેવી રીતે શારીરિક રોગ અથવા ભાવનાત્મક તકલીફો જેવી કે તણાવ, ડર, ક્રોધ વગેરેને આમંત્રણ આપે છે તેમજ ચક્ર સંતુલનના ઉપચારોની સમજ, એનર્જી અને વાઈબ્રેશન્સ સમજવા માટેના પ્રેક્ટિકલ અને પ્રશ્નોત્તરી સેશન સાથેના આ કાર્યક્રમમાં ૨૫૦થી વધારે મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ નાડી, ચક્રો, ઓરા, સજીવ અને ર્નિજીવમાં એનર્જી વગેરે વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્વામી શ્રી નિજસ્વરૂપાનંદજી, ભારતીબેન પરસાણિયા, મુક્તધારા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, વાંચન વલોણું પરિવારના સભ્યો ઉપરાંત જૂનાગઢ શહેરના અનેક ખ્યાતિપ્રાપ્ત પ્રબુદ્ધ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતાં. વક્તાનો પરિચય ડો. વીરેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.માતંગભાઈ પુરોહિતે કર્યું હતું તેવું સંસ્થાના પ્રમુખ એલ.વી. જાેશીની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!