ખંભાળિયાના ગ્રેડ – ૧ સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા આર.એન. ભોચિયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આ પ્રસંગે અહીંના રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશન દ્વારા તેમના વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સબ રજીસ્ટ્રાર આર.એન. ભોચિયાનું અહીંના પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ આંબલીયા તથા અન્ય સિનિયર એડવોકેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખંભાળિયા મામલતદાર વિક્રમ વરુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન માટે ખંભાળિયા રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશન ખંભાળિયા પ્રમુખ સંજયભાઈ આંબલીયા તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.