ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં યોજાઈ ગયેલા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતગર્ત પી.એમ. શ્રી સ્કુલ વાધેરવાસ શાળા ખાતે આ આયોજન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પ્રાદેશિક કમિશનર નગરપાલિકા રાજકોટના ઝોનના કમિશનર મહેશભાઈ જાનીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ સલાયા વાડી શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પી.એમ.શ્રી વાઘેરવાસ તાલુકા શાળા – સલાયા બાલવાટિકામાં ૧૬૦ બાળકો ધોરણ ૧ માં ૬૫ બાળકો તથા કદી પણ શાળાએ ગયા ન હોય તેવા ૨૫ બાળકો મળીને કુલ મળી ૨૫૦ બાળકોએ પ્રવેશ લીધો હતો . આ પ્રસંગે કમિશનર મહેશભાઈ જાનીએ બાળકોને પ્રવેશ અપાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળા પરિવાર તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકોને તેમણે આ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.