શ્રી કષ્ટભંનજન દેવને વિવિધ પ્રકારના ફળ એવં શાકભાજીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો : ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ ૦૧-૦૭-૨૦૨૫ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા છે. આજે મંગળા આરતી સવારે ૦૫:૩૦ કલાકે અને સવારે ૦૭:૦૦ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ સાથે શ્રીકષ્ટભંનજનદેવને વિવિધ પ્રકારના ફળ એવં શાકભાજીઓનો અન્નકૂટ ધરાવાયો છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ આ અનેરા દર્શન-મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. પૂજારી સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, આજે દાદાને વૃંદાવનમાં ૧૫ દિવસની મહેનતે૭ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા દિવ્ય વાઘા ધરાવાયા છે. આ ઉપરાંત દાદાના સિંહાસને ૨૦૦ કિલો ગુલાબ-સૂર્યમુખીના ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં બોટાદ જિલ્લાના સુભાષ પાલેકર કૃષિ(જીઁદ્ભ) કરતા ખેડૂતો દ્વારા પોતાના ફાર્મમાં ઉત્પાદિત ફ્રુટ અને શાકભાજીઓ દાદાના ચરણોમાં ધરાવેલ છે, આજના દિવસ યાદગાર બનાવવા ‘ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ’ મોડેલના સર્જક પદ્મશ્રી ડો.સુભાષ પાલેકર, કુદરતી ખેતી નિષ્ણાંતના માર્ગદર્શનથી “પંચસ્તરીય મોડલ ફાર્મ” ધરાવતા ખેડૂતો દ્વારા હાલ રસાયણ મુક્ત કુદરતી યુક્ત કોઈપણ જાતની દવા વગરની પોતાના ફાર્મમાં ઉત્પાદિત ફ્રુટ અને શાકભાજીને દાદાના ચરણોમાં ધરાવીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

error: Content is protected !!