પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે કામગીરી વ્યવસ્થા માટે અધિક્ષક તરીકે ફરજ નિભાવતા શૈલેષભાઇ ગોહિલને સન્માનિય વિદાયમાન અપાયું

0

મોરબી માહિતી કચેરી ખાતે પોસ્ટિંગ ધરાવતા તથા પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે કામગીરી વ્યવસ્થા માટે અધિક્ષક તરીકે ફરજ નિભાવતા શૈલેષભાઈ ગોહિલ વય નિવૃત્ત થતા તેમને રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતેથી વિદાયમાન અપાયું હતું. માહિતી ખાતામાં ૩૩ વર્ષથી વધુ સમય સુધી ફરજ અદા કરનારા શ્રી શૈલેષભાઇ ગોહિલને મોરબી અને રાજકોટ જિલ્લા માહિતી પરિવાર દ્વારા પુષ્પગુચ્છ, સાકર પડો, શ્રી ફળ તથા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી શૈલેષભાઈએ ઉનાથી પોતાની નોકરીની શરૂઆત કર્યા બાદ વીરપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી ખાતે ફરજ અદા કરી છે. આ તકે રાજકોટ, મોરબી અને જામનગરના સહિતના જિલ્લા માહિતી કચેરી ખાતેથી પધારેલા માહિતી કર્મીઓ દ્વારા શૈલેષભાઇને ભેટ સોગાદો આપીને નિવૃતિ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ પ્રસંગે શૈલેષભાઈએ વિવિધ જિલ્લાઓ ખાતે પોતે બજાવેલી ફરજને યાદ કરી માહિતી ખાતાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામક મિતેષભાઈ મોડાસીયા, નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદી, મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરા, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક રાજુભાઈ જાની, પૂર્વ નાયબ માહિતી નિયામક નિરાલા જાેશી, પૂર્વ સહાયક માહિતી નિયામક જગદીશભાઈ સત્યદેવ, અન્ય માહિતી કર્મીઓએ શૈલેષભાઈ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે સરકારી પ્રેસના પ્રદીપભાઈ પરસાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહાયક માહિતી નિયામક પ્રિયંકાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસે કરી હતી. આ તકે માહિતી પરિવારનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

error: Content is protected !!