રાજ્ય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં જૂનાગઢના સોહેબખાન પઠાણ પ્રથમ ક્રમાંકે વિજેતા થયા

0

પાવર લિફ્ટિંગ માસ્ટર કેટેગીરીમાં ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન સોહેબખાનને મળ્યો ગુજરાત કેસરી એવોર્ડ ૨૦૨૫

એસ.એ.જી. સ્પોર્ટ કોમ્પ્લેક્સ રાજકોટ ખાતે રાજ્ય કક્ષાનું પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાયું હતું. આ સ્પર્ધામાં રાજ્યના અનેક મહિલા અને પુરૂષ ઉમેદવારોએ પોતાની શારીરિક ક્ષમતા મુજબ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢ ચિતાખાના ચોક નજીક આવેલ પર્ફેક્ટ જીમના ઓનર સોહેબખાન અઝીઝખાન પઠાણે બેંચ પ્રેસમાં ૧૨૫ કિલો જેટલો વજન ઊંચકી માસ્ટર કેટેગરી બેન્ચ પ્રેસમાં પ્રથમ ક્રમાંકે ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનનો ખિતાબ મેળવેલ છે. શારીરિક રીતે સ્વસ્થ રહેવા સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ મુહિમો ચલાવે છે ત્યારે જૂનાગઢના યુવાને પોતાની શારીરિક ક્ષમતા સ્થાપિત કરી રાજ્ય કક્ષાએ એક મહત્વની સિધ્ધિ હાંસલ કરી છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત હોય સૌરાષ્ટ્રભરમાંથી સોહેબખાન પઠાણને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણ દ્વારા પણ સોહેબખાનનું સન્માન કરી ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

error: Content is protected !!