ભાણવડના બિનવારસુ ગૌવંશોને લડવા ખવડાવી પર્વની ઉજવણી કરતા સેવાભાવી હર્ષદભાઈ બેરા

0

ખંભાળિયા ભાણવડ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરા દ્વારા સમય અંતરે વિવિધ પ્રકારના સેવાકાર્ય કરવામાં આવે છે. જેમાં આખા વર્ષ દરમ્યાન અબોલ જીવોની સેવા માટે પણ તેઓ જુદા- જુદા સેવા કાર્ય કરે છે, જેમાં સમયાંતરે ભાણવડ વિસ્તારમાં તમામ બિનવારસુ ગૌ-વંશ માટે ખોળ, કપાસિયા, શ્વાન માટે બિસ્કિટ – દૂધ, વગેરે ખવડાવવામાં આવે છે. આ વચ્ચે તાજેતરમાં અષાઢી બીજના પાવન દિવસે તેઓ દ્વારા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોના સહયોગથી આખા ગામમાં કોઈ ગલી કે શેરીના ગૌ – વંશ બાકી ના રહે તે રીતે ૧૨૦૦ કિલો જેટલા લાડવા ખવડાવ્યા હતા. હાલના વરસાદી માહોલ વચ્ચે દરેક શેરી, ગલીઓમાં જઈને લડવા ખવડાવવાના આ સેવામાં એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો, ટીંબડી ગામના એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો, ભાણવડ નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો, હર્ષદભાઈ બેરાના મિત્રો, અને ભાણવડના અન્ય સેવાભાવી યુવાનોએ જાેડાઈને આ સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો.

error: Content is protected !!