દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને દબોચી લેવાયા

0

પાંચ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરતી એલસીબી પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય ગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવો નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જેમાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને વી.એન. સીંગરખિયાની ટીમ દ્વારા દ્વારકાના રૂપેણ બંદર ચેક પોસ્ટ પાસેથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દ્વારકાના રહીશ ફૈઝાન સાબાન ચૌહાણ (ઉ.વ. ૨૧) અને ઉમર સુલતાન મલિક (ઉ.વ. ૨૦) નામના બે શખ્સોની અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા આ બંને શખ્સો દ્વારા બાઇક ચોરીના ગુનાની કબુલાત આપવામાં આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા તેઓના સાગરીતો સાથે મળીને તાજેતરમાં વરવાળા ગામના ઉર્ષમાંથી, બે મહિના પૂર્વે પોરબંદરના જુબેલી વિસ્તારમાંથી, ગીર સોમનાથના વેરાવળ નજીકથી, ઉના બસ સ્ટેશન પાસેથી, વિગેરે સ્થળોએથી રૂ. સવા લાખની કિંમતની જુદી જુદી પ્રકારની પાંચ મોટરસાયકલની ચોરી કરી હોવાનું જાહેર થયું છે. આથી એલસીબી પોલીસે વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજાે દ્વારકા પોલીસની સોંપ્યો છે.

error: Content is protected !!