ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બળેજ ગામે સાત સગર્ભા મહિલાઓને કીટ અપાય
પોરબંદર તાલુકાના બળેજ ગામે સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમના ઉદરમાં ઉછરી રહેલ બાળકને પોષણ મળી રહે એવા ઉમદા હેતુથી બળેજ ખાતે આવેલ આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બળેજ અને ઊટડા ગામની સાત મહિલા સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ બળેજ ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો. બળેજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર કીટના વિતરણના કાર્યક્રમનું આયોજન આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના યુવાન પ્રમુખ લીલાભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. બળેજ ગામે યોજાયેલા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ બળેજ દ્વારા સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર કીટમાં ૫૦૦ ગ્રામ ઘી, ૨ કિલો ગોળ, ૨ કિલો ખજૂર, ૨ કિલો ચણા, એક કિલો વાલ વગેરે જથ્થાની સંયુક્ત કીટ બનાવી સગર્ભા માતાઓને આદમીય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લીલાભાઈ પરમાર, ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર એન એન બામણીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરેજ ના સુપરવાઇઝર નારણભાઈ ચોટલીયા, ઉટડા ગામના સરપંચ જીવાભાઇ ચુડાસમા બળેજ પેટા આરોગ્ય કેન્દ્રના ના હસ્તે વિતરણ કરાયું હતું. પોષણયુક્ત આહાર કીટમાં એવી માતાઓને આપવામાં આવેલ કે જે સગર્ભા હોય અને જે સગર્ભા માતાઓનો ભજન ૫૦ કિલો થી ઓછું હોય એવી બધી સગર્ભા માતાઓના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ પ્રમાણમાં પોષણ આહાર મળી રહે અને કુપોષિત બાળકો ન જન્મે એવા તેવા ઉમદા આષયથી સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે અને તંદુરસ્ત રહે તે માટે આ કીટ આપવામાં આવી હતી. બળેજ ગામે યોજાયેલા સગર્ભા માતાઓને પોષણ યુક્ત આહાર કીટના વિતરણ પ્રસંગે આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લીલા ભાઈ પરમાર, ઉટડા ગામના સરપંચ જીવાભાઇ ચુડાસમા, ગેરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર એન. એન. બામણીયા, સુપરવાઇઝર નારણભાઈ જી. ચોટલીયા, એફ એચ.ડબલ્યુ પૂનમબેન, શીતલબેન, એમપીડબલ્યુ એન.જી. ભરડા, સુભાષભાઈ, અનિલભાઈ સી. એચ.ઓ. ભાવનાબેન તથા અરૂણભાઈ તેમજ બળેજ પેટા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ રોકાયેલા હતો.