પોરબંદર કમલાબાગ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ રૂા.આઠેક લાખના દારૂનો દરિયા કિનારે કરાયો નાશ

0

૯૮૬ બોટલ ઇંગ્લિશ દારૂ અને ૨૧૧૮ લીટર દેશી દારૂ ઉપર રોડ રોલર ફેરવી દારૂનો નાશ કરતી પોલીસ

પોરબંદર પોલીસ સ્ટેશનના કમલાબાગ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ઈંગ્લીશ અને દેશી દારૂના ગુનાઓના કામે કબજે કરવામાં આવેલ દારૂના જથ્થાનો પોરબંદરના ઇન્દિરા નગર દરિયા સામે આઠ લાખ રૂપિયા ના ઇંગલિશ તેમજ દેશી દારૂ નો પોલીસે રોડ રોલર ફેરવી નાશ કર્યો હતો. પોરબંદર જિલ્લામાંથી પોરબંદર પોલીસ દ્વારા કમલાબા પોલીસ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન દ્વારા તેઓને હદમાં પ્રોહિબેશનના કેશોમાં દેશી તેમજ વિદેશી દારૂ ના ગુનાઓ અન્વયે દારૂ પકડાતો હોય છે અને પોલીસ દ્વારા પકડાયેલા અને કબજે કરાયેલા દેશી તેમજ વિદેશી દારૂ સમયાંતરે કોર્ટ ના આદેશનો એ તેનો નાશ કરવામાં આવતો હોય છે. જે અંતર્ગત આજરોજ પોરબંદરના ઇન્દિરા નગર ખાતે દરિયાઈ વિસ્તારમાં કમલાબાગ પોલીસ સ્ટેશન માં પ્રોહિબિશન અન્વયે પકડાયેલ વિદેશી દારૂ ૩૦૮ બોટલ કીમત રૂા.૧,૨૫,૦૩૩ તેમજ દેશી દારૂ લિટર ૩૮૦ જેની કિંમત રૂા.૭૬,૦૦૦ આમ કમલાબાગ પોલીસ સ્ટેશનનો દેશી વિદેશી દારૂનો કુલ રૂપિયા ૨,૦૧૦૩૩ નો નાશ કરવામાં આવ્યો. જ્યારે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અન્વયે પકડાયેલ વિદેશી દારૂ ૬૭૮ બોટલ કીમત રૂા.૨,૪૭,૧૬૬ તેમજ દેશી દારૂ લિટર ૧૭૩૮ જેની કિંમત રૂા.૩,૪૭,૭૪૦ આમ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનો દેશી વિદેશી દારૂનો કુલ રૂપિયા ૫,૯૪, ૯૦૬નો નાશ કરવામાં આવ્યો. આમ પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશન અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં મળે બંને પોલીસ સ્ટેશનના કુલ ઇંગલિશ બોટલ ૯૮૬ તેમજ દેશી દારૂ લિટર ૨૧૧૮ મળી ૭,૯૫,૯૩૯ રૂપિયાના દારૂ ઉપર રોડ રોલર પોલીસ અને નિગ્રાહી હેઠળ ફેરવવામાં આવ્યું હતું. આ દારૂના નાશ કરવાના કાર્યક્રમમાં પોરબંદર નાયબ પોલીસ અધિક્ષક સાહિત્ય વી. તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશભાઈ સી. કાનમીયા, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરી સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ અને નશાબંધી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!