પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ ૬ જુલાઈના યોજાશે

0

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસના લડાયક નેતા પાલભાઈ આંબલીયા સહિતની ઉપસ્થિતમાં ભોય સમાજની વંડી ખાતે પ્રમુખનો તાજ પહેરાવશે

પોરબંદર નવનિયુક્ત જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઈ મારૂના પદગ્રહણ સમારોહનું આયોજન તારીખ ૬-૭-૨૦૨૫ને રવિવારના રોજ સવારના ૧૧ કલાકે કોંગ્રેસના વડગામના ધારા સભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ, પ્રખર વક્તા અને લડાયક નેતા પાલભાઈ આંબલીયા સહિતના ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે આવેલ ભોઈ સમાજને વંડી મિડલ સ્કૂલની સામે વિરાણી બુક સ્ટોરની બાજુમાં પોરબંદર ખાતે કરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લામાં કોંગ્રેસના રાજકીય મહાર્થીઓમાં માહિર એવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા મહેર સમાજના અગ્રણી આગેવાન અરજુનભાઈ મોઢવાડિયાએ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કરી ત્યારથી જાણે પોરબંદરમાં કોંગ્રેસ સંગઠનનું અસ્તિત્વજ રહ્યું ન હોય તેવો તાલ સર્જાયો છે. કોંગ્રેસમાંથી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે મહિલા સમાજના યુવાન તરવૈયા રાજુભાઈ ઓડેદરાને કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી અને તેઓએ કોંગ્રેસના સાથી આગેવાનો કાર્યક્રમની સાથે લઈને કોંગ્રેસને પોરબંદરમાં ચેતનવંતી બનાવવા ભગીરથ પ્રયાસો હાથ ધર્યા હતા. પોરબંદર જિલ્લામાં કાર્યકારી પ્રમુખ તરીકે કામગીરી થતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાયમી પ્રમુખ તરીકે કુતિયાણા તાલુકાના ચૌટા ગામના કોંગ્રેસના અગ્રણે આગેવાન રામભાઈ મારૂરને તાજેતરમાં જ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પોરબંદર નવનિયુક્ત જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઈ મારૂના પદગ્રહણ સમારોહમાં તારીખ ૬-૭-૨૦૨૫ને રવિવારના રોજ સવારના ૧૧ કલાકે કોંગ્રેસના વડગામના ધારા સભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ, પ્રખર વક્તા અને લડાયક નેતા પાલભાઈ આંબલીયા, એસસી સેલના પ્રદેશ પ્રમુખ હીતેન્દ્ર પીઠડિયા, પાટીદાર આગેવાન લલિતભાઈ વસોયા પ્રદેશ આગેવાન વશરામભાઈ સાગઠીયા તથા પોરબંદર જીલ્લા કોંગ્રેસના પ્રભારી જયકરભાઈ ચોટાઈ ઉપસ્થિત રહેશે. સાથે જ પૂર્વ જીલ્લા કોંગ્રેસ સમિતિ તમામ હોદેદારો, તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદેદારો, શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારો, જીલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને સદસ્યો, તાલુકો પંચાયતના વિપક્ષના નેતા અને સદસ્યો સાથે સાથે પક્ષના હાથ પગ એવા મૂલ્યવાન કાર્યકરો પણ ઊપસ્થિત રહેશે એવું અખબારી યાદીમાં પૂર્વ જીલ્લા અધ્યક્ષ રાજુ ઓડેદરા જણાવ્યું હતું. પોરબંદર અને ગુજરાતની જનતા ભ્રષ્ટ શાસન વ્યવસ્થાથી ત્રસ્ત હોય એમાંથી મુક્ત કરાવવા માટે યુવાનો, પ્રબુધ્ધ નાગરિકો અને શિક્ષિત લોકોને જાેડવા માટે આહવાન કરીએ છે. આવો સૌ સાથે મળી નવનિયુક્ત જીલ્લા પ્રમુખના હાથ મજબૂત કરી પોરબંદરમાં કોંગ્રેસને ચેતનવંતી બનાવીએ.

error: Content is protected !!