શ્રી ભોરાસર સીમ શાળાના જ્ઞાન સહાયક શિક્ષિકાને મોકર હાઈ સ્કુલ ખાતે નિયુક્તિ થતા વિદાય સમારંભ યોજાયો

0

જ્ઞાન સહાયક દર્શનાબેનની ઉત્કૃષ્ઠ શૈક્ષણિક કામગીરીથી પ્રભાવિત શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા યોજાયો કાર્યક્રમ

પોરબંદર જિલ્લાના રાણાવાવ ભોરાસર સીમ શાળામાં ફરજ બજાવતા જ્ઞાન સહાયક દર્શનાબેન સોલંકીની રાણાવાવના મોકર હાઈ સ્કુલ ખાતે ધોરણ ૧૧,૧૨ માં કોમર્સના વિષયમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મળતા તેમનો વિદાય સમારંભ યોજાયો. તા.૩-૭-૨૦૨૫ ને ગુરૂવારના રોજ ભોરાસર સીમ શાળા રાણાવાવ ખાતે શાળામાં છેલ્લા ૨ વર્ષથી ફરજ બજાવતા જ્ઞાન સહાયક દર્શનાબેન સોલંકીનો વિદાય સમારંભ રાખવમાં આવ્યો હતો. સામાન્ય રીતે શિક્ષકોના વિદાય સમારંભ યોજાતા હોય છે પરંતુ શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવના જ્ઞાન સહાયક દર્શનાબેન સોલંકીએ ઉત્કૃષ્ઠ શૈક્ષણિક કામગીરી કરતા એમની કામગીરીની નોંધ શાળા વ્યવસ્થા પન સમિતિ એ લઈ આ કાર્યક્રમ રાખેલ હતો. દર્શનાબેન સોલંકી શાળાની તમામ કામગીરી માં શ્રેષ્ઠ રીતે સહભાગી થયા છે. કન્યાઓને ખો ખો અને બીજી રમતો કે લઈ જવા, વાર્ષિક મહોત્સવમાં વિધાર્થીઓને તૈયારી કરાવવી, જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓની તૈયારી કરાવવી, શાળાના વહીવટી કામગીરીમાં મદદ કરવી, ઓનલાઈન કામગીરી કરવી, પર્યાવરણ બચાવવા કામગીરી કરવી, કુપોષણ નિવારણ માટે અભિયાન ચલાવવું વગેરે જેવી કામગીરી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકોની ઘટ પૂરવા સરકારશ્રી એ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂકો આપી છે. હાલ દર્શનાબેન સોલંકીને મોકર હાઈસ્કુલ ખાતે ધોરણ ૧૧,૧૨ માં કોમર્સના વિષયમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મળતા વિદાય સમારંભ રાખેલ હતો. સાથે સાથે કાર્ય અને સેવા કરનાર ને કુદરત પણ સાથ આપે છે કેમકે દર્શનાબેનના પરિવારમાંથી હાલ ચાલતી શિક્ષકની ભરતીમાં એક ભાઈ, ત્રણ બહેનો મળીને ૪ વ્યક્તિઓને શિક્ષક તરીકે નોકરી મળી છે. આ વિદાય સમારંભમાં શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ રામદેભાઈ ઓડેદરા, શિક્ષણવિદ ભાણજીભાઈ શિંગડીયા, મહિલા પ્રોમિનેન્ટ સભ્ય કાજલબેન શિંગડીયા અને શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા, પે સેન્ટર શાળાના આચાર્ય ગૌતમભાઈ પંડ્યા અને શાળાના શિક્ષકોએ ઉપસ્થિત રહી દર્શનાબેનને મોમેન્ટો આપી સન્માનિત કરી, ઉજ્વળ ભાવિ અંગે શુભેચ્છાઓ પાઠવેલ છે. સાથે સાથે આજે દર્શનાબેન સોલંકી તરફથી કુપોષણ નિવારણ માટે શાળાના વિધાર્થીઓને દૂધપાક, પૂરી, સૂકીભાજી, ખીચડીનું જમણવાર પણ રાખવામાં આવેલ હતું.

error: Content is protected !!