વાડીના મકાન માલિક સહિત પાંચ ઈસમોને જુગાર રમતા રૂા.૧૭,૫૭૦ના મુદામાલ સાથે પકડી પાડતા તમામ સામે જુગાર ધારા કલમ ૪.૫ મુજબનો ગુન્હો નોંધાયો : નાશી જનાર જુગારીની તપાસ ચાલું
રાણાવાવના ખાગેશ્રી ગામે જામજાેધપુર જતા રસ્તે સીમ વાડીના મકાનમાં બહારથી માણસોને બોલાવી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી હરજીતનો રોન પોલીસ નામનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોરબંદર રાણાવાવ પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ પડતાં મકાન માલિક સહીત પાંચ ઈસમો જુગાર રમતા રૂા.૧૭,૫૭૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમની તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે એક ઈસમ નાસી જતાં તેમની શોધખોળ ચાલુ. જૂનાગઢ રેન્જ પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ/જુગાર ની બદી દૂર કરવા સૂચના કરેલ જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ રાણાવાવના ધૃવલ સી.સુતરીયાનાઓએ જુગારના કેશો શોધી કાઢવા અંગેની ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ જે ડ્રાઇવ અન્વયે કુતિયાણા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર વી.વી.પરમારના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તે સંયુક્ત અગાઉથી ચોક્કસ હક્કિત મળેલ હોય કે ખાગેશ્રી ગામથી જામજાેધપુર જતા રસ્તે સીમ વિસ્તારના વાડી ધરાવતા કેતન રામજીભાઈ જસાણી રહે ખાગેશ્રી ગામ,તા. કુતિયાણા જી.પોરબંદર વાળા પોતાની વાડીના મકાને બહારથી માણસો બોલાવી પાના પૈસા વડે હારજીતનો જુગાર રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી હકીકત મળેલી. ત્યારે કુતિયાણા પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ રીઈડ કરતા સદરહુ જગ્યાએ તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા વાડીના મકાન ધરાવતા (૧) કેતન રામજીભાઈ(ઉ.વ.૩૪), (૨) રાજેશ ગોરધનભાઈ રતનપરા(ઉ.વ.૪૮), (૩) રાજેશ જેરામભાઈ સાદરીયા(ઉ.વ.૫૬), (૪) રાજેશ જમનભાઈ માણસુરીયા(ઉ.વ.૪૮) અને (૫) નિખિલ ઉર્ફે લાલો કાંતિભાઈ જસાણી(ઉ.વ.૩૪) રહે બધા ખાગેશ્રી ગામ, તા. કુતિયાણા જી.પોરબંદરવાળાઓને રોકડા રૂા.૧૭,૫૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેશ સુધી કાઢેલ છે. અને તમામ સામે જુગાર ધારા કલમ ૪, ૫ મુજબનો પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જ્યારે જુગાર રમતા નાસી જનાર જીગ્નેશ ચંદુભાઈ કાસુન્દ્રા રહે ખાગેશ્રી ગામ,તા. કુતિયાણા જી.પોરબંદરવાળાની પકડવાની શોધખોળ પોલીસે હાથ ધરેલ હતી.