સોમના, પ્રભાસ-પાટણમાં તારીખ ૮ જુલાઈથી શરૂ થઈ રહેલ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતિ પૂજનનું જયા પાર્વતિ વ્રત, તપ, જપ અંગે કુમારિકાઓ-શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે. સોમનાથના પંડીત નાનુભાઈ પ્રચ્છક કહે છે ભગવાન ભોળાનાથની ભકિત સાથે માતા પાર્વતી પૂજન સાથે જાેડાયેલા આ વ્રતમાં બહેનો અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ સહિત વિવિધ પ્રાર્થનાઓ કથા સાથે જાેડાયેલી છે. આ વ્રત દરમ્યાન બહેનો મોળું ખાય છે અને ઓછામાં ઓછું પાંચ વરસ અને વધુમાં વધુ ૧પથી ર૦ વરસ સુધી પણ શ્રધ્ધાળુઓ કરતા રહે છે. પ્રભાસ-પાટણની બજારમાં આ વ્રત માટેના જવારા અને પુજાપાના પડા વેંચાણમાં આવી ગયેલ છે. સુરેશ બ્રર્ધસ દુકાનના વેપારી દુકાને જુવાર, મગ, ઘઉં, મકાઈ, ચણા સહિતના ધાન્યોથી ઉગાડેલા જવારા અત્યારથી જ ગોઠવી દેવાયેલા છે. પૂજાપાના પડામાં અગરબતી, કપુર, સોપારી, અબિલ-ગુલાલ, કમર કાકડી સહિતની પૂજા સામગ્રી હોય છે. જે જયા પાર્વતિ વ્રતમાં ઉપયોગમાં લેવાય છે.