આગમી તા.૫ અને ૬ શનિ અને રવિવારે મુસ્લિમ સમાજના મોહરમના તેહવાર નિમિતે તાજીયાનું ઝુલસ નીકળવાનું હોય તહેવાર શાંતિ પૂર્વક ઉજવાય તે માટે ઊના શહેરમાં સંવેદનશીલ વિસ્તારમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એ.બી. જાડેજા, પી.એસ.આઇ. સિંધવ, ઊનાના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. રાણા, સેકન્ડ પી.આઇ. જે.જે. પરમાર, પી.એસ.આઇ. એલ.સી.બી. પોલીસ, ઊના પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી., ટી.આર.બી. જવાનોએ ફ્લેગ માર્ચ કરી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. લોકોને શાંતિપૂર્વક તેહવાર ઉજવવા અપીલ કરી હતી.