શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય જૂનાગઢ સ્વા. મંદિરમાં ગુરૂવાર ૩ જુલાઇના રોજ દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા એક હરીભક્ત દ્વારા ૧૦૦૦ કિલો લીલી ખારેકનો અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢ ટેમ્પલ કમિટીના ચેરમેન શ્રી કોઠારી સ્વામી પુરૂષોતમપ્રકાશદાસજી(પી.પી.સ્વામી)એ જણાવ્યું હતું કે આપણા જૂનાગઢ ધામમાં બિરાજમાન શ્રી રાધારમણદેવ, હરિકૃષ્ણમહારાજ, શ્રી સિધ્ધેશ્વર મહાદેવ, શ્રી રણછોડત્રિકમરાય, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી ગણપતિ તથા શ્રી હનુમાનજી આદિ દેવોને ૧૦૦૦ કિલો લીલી ખારેકનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાંજે અન્નકૂટ નીચે ઉતાર્યા બાદ ખારેકનો પ્રસાદ અનાથ બાલીકાઓ, અનાથ બાળકો, રક્તપીત્તના દર્દીઓ, મંદિરનો ૧૦૦ ઉપરાંતનો સ્ટાફ તથા શાળાઓના નાના બાળકોને તથા હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓને, હરિભક્તોમાં પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી. ઉત્સવની સમગ્ર વ્યવસ્થા કો.સ્વા.ધર્મકિશોરદાસજી સ્વામી સંભાળી રહ્યા છે તેમ પ્રફુલભાઈ કાપડિયા જણાવ્યું હતું.