ખંભાળિયામાં મોન્સુન, આયોજન સહિતના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

0

ખંભાળિયાની કલેક્ટર કચેરી ખાતે મોન્સુન, આયોજન સહિતના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાના પ્રભારી મંત્રી તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ચોમાસાની ઋતુ હોય, જિલ્લામાં શરૂ કરાયેલા કંટ્રોલ રૂમ, સુરક્ષા, ડેમની પરિસ્થિતિ જેવા મુદ્દાઓ અંગે તેમણે માહિતી મેળવી હતી. સંલગ્ન વિભાગોને માર્ગદર્શન આપતા ચોમાસા દરમિયાન તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે, ડેમની લાઇવ પરિસ્થિતિનું અપડેટ સતત મેળવવા, આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવે તો તેવા સંજાેગોના સ્થળાંતરિત લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. પાણી વિતરણ કરતા પહેલા ક્લોરીનેશન કરવા, પાણી ભરાય તેવા વિસ્તારમાંથી પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા અને દવા છંટકાવ કરવાની કામગીરી કરવા સૂચના પણ તેમણે આપી હતી. ચોમાસા દરમિયાન તમામ સંલગ્ન વિભાગના અધિકારીઓને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરી આયોજનના બાકી રહેલા કામો તાકીદે પૂર્ણ કરવા અને અન્ય નવા કામોનું આયોજન કરવા અંગે સૂચના આપી, પ્રગતિ હેઠળ રહેલા કામો અંગે પણ માહિતી મેળવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જાેશી, દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટે, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!