મહોરમ પર્વ નિમિત્તે તાજીયા ના રૂટમાં આવતા મહોલ્લાઓમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
ગોસા(ઘેડ) તા.૦૫/૦૭/૨૦૨૫
પોરબંદર જિલ્લામાં આગામી મુસ્લિમ ધર્મના મહોરમના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
મોહરમ પર્વ અનુસંધાને બોલાવવા માં આવેલી આ બેઠકમાં શહેર ડિવિઝનના એએસપી સાહિત્યા વી. , પોરબંદર એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. કાંબરીયા,કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમીયા તેમજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરી સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાંતિ સમિતિ બોલાવાયેલી બેઠકમાં પોરબંદર શહેરના અલગ અલગ સમાજના આગેવાનો, શહેરના સામાજિક આગેવાનો તેમજ મહોરમ નિમિત્તે ઝુલુસ કાઢનાર આયોજકો, તાજીયા કમિટી, શાંતિ સમિતિના સભ્યો ને બોલાવી શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી. મહોરમ પર્વ નિમિત્તે નીકળનાર તાજીયાની સંખ્યા, તેમના રૂટ, ઊંચાઈની તમામ વિગતોથી વાકેફ થયા બાદ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓએ મહોરમ પર્વ નિમિત્તે રાખવામાં આવનાર બંદોબસ્ત તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે થઈને ઉપસ્થિત સૌ આગેવાનો, મુસ્લીમભાઈઓ આગેવાનો ને વાકેફ કર્યા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.
મોહરમ પર્વ નિમિત્તે પોરબંદર શહેરમાં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ મેળવવી રહે અને હિન્દુ મુસ્લિમ સમાજના લોકોમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેમ કોઈ પણ સમાજના ધર્મની ધાર્મિક લાગણી ના દુભાય તેવી કોઈપણ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તેમ જ શાંતિ પૂર્વક મહોરમનો તહેવાર ઉજવવા શહેરી શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ બંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજાના ઓની આગેવાની હેઠળ એએસપી સાહિત્યા વી. તથા પોરબંદર એલ સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા, એસ.ઓ.જી, પેરોલ ફરલો તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. કાનમીયા તેમજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરી પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ અને તેમની ટીમ દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવેલ. જે ફ્લેગ માર્ચ શહેરના મેમણવાડા, ગાત્રાળ મંદિર, તકિયા, વિરડી પ્લોટ, ઠક્કર પ્લોટ, ભાવના ડેરી, વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરીને નીકળનાર તાજીયાના રૂટ વિશેની માહિતી મેળવવામાં આવી હતી. અને મહોરમ/તાજીયા ના તહેવારના અનુસંધાને ફ્લેગ માર્ચ/ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુનિશ્ચિત કરેલ.