આમ આદમી પાર્ટીમાં 30 હજાર લોકો જોડાયા: ઈસુદાન ગઢવી

0
        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમંત્રી ખંભાળિયા ખાતે આજરોજ શનિવારે આમ આદમી પાર્ટી દ્વારા રેલી તથા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પૂર્વે ગઈકાલે શુક્રવારે બપોરે ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના વડપણ હેઠળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે વર્તમાન શાસન પર આક્ષેપો કરી યુવાનોને આપમાં જોડાવા માટે અપીલ કરી હતી.
        ખંભાળિયાના સર્કિટ હાઉસ ખાતે શુક્રવારે યોજવામાં આવેલી આપની ખાસ બેઠકમાં આજે શનિવારે ખંભાળિયામાં યોજાનારી “વિજય સંદેશ યાત્રા” સંદર્ભેની માહિતી આપતા જણાવ્યું હતું કે શનિવારે ખંભાળિયામાં જામનગર માર્ગ પર મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી રોડ શો શરૂ થશે. જે શહેરના જુદા જુદા માર્ગો પર ફરીને અહીંના જોધપુર ગેઈટ ખાતે સંપન્ન થશે. અહીંના ભગવતી હોલ ખાતે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈસુદાન ગઢવી સાથે નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા, ચૈતરભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
        તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આપ”ના અરવિંદ કેજરીવાલ દ્વારા ચોક્કસ નંબર જાહેર કરી અને ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. જેમાં એક જ દિવસમાં 30,000 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. યુવાનોને સરકારી નોકરીની તૈયારી છોડી અને રાજનીતિમાં આવવા ઈસુદાન ગઢવીએ અપીલ કરી છે. ભણેલા લોકો માટે અવાજ ઉઠાવનારા યુવાનોને આમ આદમી પાર્ટી તક આપશે. લોકો ભાજપથી ત્રસ્ત બની ગયા છે. હાલ મોંઘા શિક્ષણ, ખાડા, ગટર, પાણી અને ભાજપની સિસ્ટમથી ત્રસ્ત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાનું ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું.
       આજે ખંભાળિયા બાદ વિજય સંદેશ યાત્રા સમગ્ર ગુજરાતમાં આયોજિત થશે તેમ જણાવી, અહીંના પ્રશ્ન તેઓ આંદોલન કરવા માટે સદૈવ તૈયાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
error: Content is protected !!