તહેવારો ટાંકણે જ અદાણી ગેસે સીએનજીમાં એક જ જાટકે રૂા.૪.૪પનો ભાવ વધારો ઝીંકયો

તહેવારો ટાંકણે જ અદાણી ગેસે સીએનજીમાં એક જ જાટકે રૂા.૪.૪પનો ભાવ વધારો ઝીંકયો

(બ્યુરો)         અમદાવાદ,તા.૨૩
દિવાળી નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદના વાહનચાલકો અને સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં એકઝાટકે પ્રતિ કિલો ૪.૪૫ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તહેવારોના દિવસોમાં લોકો ખરીદી અને પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, આ દરમિયાન ભાવવધારો અમલી બનતાં ખાસ કરીને રોજિંદી કમાણી પર નભતા રિક્ષાચાલકો અને મોટરચાલકોના ખિસ્સા પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે.
ઓગસ્ટ ૨૦૨૬માં પણ અદાણી ગેસ દ્વારા પ્રતિ કિલો ૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે CNGનો ભાવ ૯૪.૨૦ રૂપિયા પર પહોંચ્યો હતો. હવે ફરી એકવાર ૪.૪૫ રૂપિયાનો વધારો કરાતાં અમદાવાદમાં અદાણી CNGનો નવો ભાવ વધીને પ્રતિ કિલો ૯૮.૪૭ રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.