ક્રુડ તેલના ભાવો સળગ્યા : કિંમત ૭૬ ડોલરને પાર

શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં ૫૦૦ પોઈન્ટનું ગાબડુ : રૂપિયો પણ તુટયો

ક્રુડ તેલના ભાવો સળગ્યા : કિંમત ૭૬ ડોલરને પાર

(એજન્સી)            તહેરાન, તા.૮
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચે ફરી ભડકો સર્જાયાને પગલે ક્રૂડ, શેર, કરન્સી તથા સોના-ચાંદીમાં ઉથલપાથલ સર્જાઇ હતી. નવેસરથી પેટ્રોલીયમ સંકટ સર્જાવાની ભીતિથી બ્રેન્ટ ક્રૂડનો ભાવ ફરી ૭૬ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.
હોર્મુઝમાં ઇરાને ત્રણ ટેન્કર પર હુમલો કર્યાનો બદલો લેવા માટે અમેરિકાએ ઇરાન પર ભયાનક હુમલા કરવા ઉપરાંત ઇરાનને ક્રૂડ વેચવાની છૂટ પર પણ મનાઇ ફરમાવી દેતા નવેસરથી તેલસંકટ સર્જાવાની આશંકા સર્જાઇ હતી જેને પગલે વર્લ્ડ માર્કેટમાં ક્રૂડતેલ સળગ્યું હતું. આજે સવારે ડબલ્યુટીઆઇ ક્રૂડ ૭૨.૨૩ ડોલર થયું હતું. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૭૬ ડોલરના સ્તરે પહોંચ્યું હતું. કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો ગગડ્યો હતો અને ૧૧ પૈસાના ઘટાડાથી ૯૫.૦૮ સાંપડ્યો હતો. બીજી તરફ શેરબજાર આજે મંદીનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. અમેરિકા-ઇરાન વચ્ચે ફરી ધમાસણની સ્થિતિ સર્જાતા ગભરાટભરી વેચવાલી નીકળી હતી. શેરબજારના સેન્સેક્સમાં પ૦૦ પોઈન્ટનું ગાબડું પડયું છે.