ઉના સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત નિવારવા પશુઓના ગળામામાં રેડિયમ પટ્ટીના પટ્ટા પહેરાવ્યા
ઉના તા. ૩
ઉનાના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા, પીએસાઈ સરવીયા, બોરીચા અને પોલીસ સ્ટાફએ રાત્રીના સમયે શાક માર્કેટ, ત્રિકોણ બાગ, ગોંદરા ચોક, ટાવર ચોક અને દેલાવડા રોડ, ગીરગઢડા રોડ ઉપર રાત્રીના ગાય, બળદ, વાછરડા, વાછરડી અંધારામાં બેઠા હોય ત્યારે વાહન ચલાકો પશુ સાથે ભટકાઈ જઈ અકસ્માત ન થાય તે માટે પશુના ગળામાં રેડિયમ પટ્ટી વાળા પટ્ટા પહેરવેલ છે. જેથી વાહન ચાલકોને અંધારામાં બેલ્ટ ચમકે અકસ્માત અટકે અને પશુને પણ ઇજા ન થાય તે માટે માનવતાની પ્રવૃત્તિ કરી હતી.


