નવેમ્બરમાં સામાન્ય કરતા ગરમી વધુ રહેશે : હવામાન વિભાગની આગાહી

નવેમ્બરમાં સામાન્ય કરતા ગરમી વધુ રહેશે : હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી, તા. ૨  
આ વર્ષે ઓક્ટોબરમાં ગરમીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશનું મહત્તમ સરેરાશ તાપમાન ૩૨.૪૩ ડિગ્રી રહ્યું. આ ૧૯૦૧ થી અત્યાર સુધીનો સૌથી ગરમ ઓક્ટોબર છે. આઈએમડી (IMD)ના અનુસાર સરેરાશ લઘુત્તમ તાપમાન પણ ૨૦.૮૩ ડિગ્રી રહ્યું, જે પાંચમું સૌથી વધુ છે. ઓક્ટોબરનું સરેરાશ તાપમાન ૨૬.૬૩ ડિગ્રી રહ્યું. જે ૧૯૦૧ પછી ત્રીજું સૌથી વધુ છે. દરમ્યાન આઈએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યાં અનુસાર, નવેમ્બરમાં પણ સામાન્ય કરતા વધુ ગરમી રહેશે. વિશ્વ હવામાન સંઘઠનના પૂર્વાનુમાનમાં પણ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અલ નીનોના વધુ મજબૂત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આનાથી અનેક વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની આશંકા વધી શકે છે. જોકે, આની અસર અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ હોઈ શકે છે. નવેમ્બરના પૂર્વાનુમાન મુજબ દેશના મોટાભાગના હિસ્સાઓમાં સામાન્ય કરતા ઓછો વરસાદ અને સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાની સંભાવના છે.