ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિવાદાસ્પદ નિવેદન સબબ માફી માંગી
(એજન્સી) નાગપુર તા.27
છત્રપતિ શિવાજી મહારાજ અને સમર્થ રામદાસ સ્વામી વિશે પોતાની ટિપ્પણીને લઈને વિવાદોમાં ઘેરાયેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ માફી માંગી છે. નાગપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- કેટલાક લોકોએ મારા નિવેદનનો ખોટો અર્થ કાઢ્યો. હું જે સ્વરાજ અને હિંદુ રાષ્ટ્રની અવધારણાનું સન્માન કરું છું, તેમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્થાન સર્વોચ્ચ છે. તેમના વિશે નકારાત્મક બોલવું તો દૂર, હું આવું સપનામાં પણ વિચારી શકતો નથી.


