૪૦૦૦ કિમીની પ્રહાર ક્ષમતા ધરાવતા અગ્નિ-૪ મિસાઈલનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી તા.૧૦:
દેશની સુરક્ષા ક્ષમતામાં વધારો કરવાની સાથે પ્રહારની તાકાત પણ વધારવા અગ્નિ-૪નુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. ઓડીસાના ચાંદીપુરથી સેનાના સ્ટ્રેટેજીક કમાન્ડ ફોર્સ દ્વારા મધ્યમ દુરી સુધી પ્રહાર કરી શકતા અગ્નિ-૪નું પરિક્ષણ કરવામાં આવ્યું છે.
આ મિસાઈલ ૪૦૦૦ કી.મી. સુધી બહાર ક્ષમતા ધરાવે છે તેથી સંપૂર્ણ પાકિસ્તાન તથા ચીનમાં પણ છેક મેદાના ક્ષેત્રો સુધી ભારતની પ્રહાર ક્ષમતા બનશે. અગાઉ ૨૦૦૦ કીમીની રેન્જમાં અગ્નિ-૨ તથા ૫૦૦૦ કીમીની પ્રહાર ક્ષમતામાં અગ્નિ-૫નુ પરિક્ષણ કરાયુ હતું.


