ભારત-નેપાળ બોર્ડર પર ટ્રકોની ૧૬ કિમી લાંબી લાઈન લાગી

ભારત-નેપાળ બોર્ડર પર ટ્રકોની ૧૬ કિમી લાંબી લાઈન લાગી

નવી દિલ્હી, તા.૨૯: 
નેપાળમાં આવેલા પૂર સંકટની ભારતને સીધી કોઈ અસર થઈ નથી, પણ વ્યાપારની દ્રષ્ટિએ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. રસ્તો ખરાબ હોવાના કારણે ભારત-નેપાળ બોર્ડર પર મોટીં સંખ્યામાં જરૂરી સામાન લઈ જતા ટ્રકની લાંબી લાઈન લાગી છે. ખાસ કરીને સોનૌલી બોર્ડર પર ભારત-નેપાળના ટ્રકોની લાંબી લાઈન લાગી છે. ૧૬ કિમી સુધી ટ્રકના થપ્પા લાગેલા છે.ટ્રકના પૈડાં થંભી જવાના કારણે અનેક એવી કોમોડિટીના કારોબાર પર અણધારી બ્રેક લાગી ગઈ છે. નેપાળ-ભારત વચ્ચે દર વર્ષે કરોડો રૂપિયાનો વ્યાપાર થાય છે.