રશિયા હવે અણુ મિસાઈલથી યુક્રેન પર હુમલો કરશે : સીઆઈએના વડા મોસ્કો દોડી ગયા
(એજન્સી) મોસ્કો તા.૨૮ :
રશિયા-યુક્રેન તથા અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએના વડાની ઓચિંતી તથા અત્યંત ગુપ્ત રશિયા મુલાકાતે ડિપ્લોમેટીક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. સીઆઈએ ડિરેકટર જહોન રેટકલીફને લઈ જતુ અમેરિકી હવાઈદળનું વિમાન ૯૧૭ અમેરિકાના રીગાની મોસ્કોના યુકોવો વિમાની મથકે લેન્ડ થયું તા.૨૩ના રોજ આ વિમાન રીગા પહોંચ્યુ હતું તે અમેરિકી સેનાના મહત્વના જોઈન્ટ બેસ એન્ડુથી અહી આવ્યુ હતું અને પછી તેમાં સીઆઈએ વડા સીધા મોસ્કો પહોંચ્યા હતા. અમેરિકી પ્રવકતાએ બાદમાં આ મુલાકાતને સમર્થન આપતા કહ્યું કે સીઆઈએ વડા રશિયાના સિનીયર અધિકારીઓને મળવાનો આ નિશ્ચિત શેડયુલ હતો. જો કે તેનો એજન્ડા સ્પષ્ટ થયો નથી પણ જે રીતે હવે રશિયા-યુક્રેન એકબીજાના સંવેદનશીલ ટાર્ગેટ પર હુમલા કરી રહ્યા છે.


