ટ્રમ્પને ફટકો : અમેરીકાના શહેરોમાં લશ્કરની તૈનાતીને ફેડરલ કોર્ટે ગેરકાયદેસર ગણાવી
(એજન્સી) વોશિંગ્ટન તા.૮:
અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો કાનૂની ફટકો પડ્યો. એક ફેડરલ જજે ચુકાદો આપ્યો કે ટ્રમ્પ દ્વારા ઓરેગોનના પોર્ટલેન્ડમાં નેશનલ ગાર્ડની તૈનાતી ગેરકાયદેસર હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, આ ર્નિણય યુએસ શહેરોમાં લશ્કરી દળના ઉપયોગની ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ પર નોંધપાત્ર અસર કરી શકે છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કરીન ઇમરગુટે ટ્રમ્પના આદેશને કાયમી ધોરણે અવરોધિત કર્યો છે, તેને ગેરકાયદેસર જાહેર કર્યો છે. અગાઉ, કોર્ટે પોર્ટલેન્ડમાં નેશનલ ગાર્ડની તૈનાતી પર વચગાળાનો સ્ટે લગાવ્યો હતો.
ટ્રમ્પ વહીવટીતંત્રે કોર્ટમાં દલીલ કરી હતી કે પોર્ટલેન્ડમાં ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરની બહાર પ્રદર્શનકારીઓ બળવા જેવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યા હતા, અને તેથી રાષ્ટ્રપતિને લશ્કરી દળ મોકલવાનો અધિકાર હતો. જોકે, ન્યાયાધીશ ઇમરગુટે આ
દલીલને ફગાવી દીધી હતી. એ નોંધનીય છે કે ઇમરગુટ પોતે ટ્રમ્પ દ્વારા નિયુક્ત ન્યાયાધીશ છે.


