મહંત ઈન્દ્રભારતી ફરૂજી કીર્તિ પટેલ વિવાદનો મોડી રાત્રે નાટયાત્મક વળાંક : કીર્તિ પટેલે સંતોની માફી માંગતા સમાધાન થયું

મહંત ઈન્દ્રભારતી ફરૂજી કીર્તિ પટેલ વિવાદનો મોડી રાત્રે નાટયાત્મક વળાંક : કીર્તિ પટેલે સંતોની માફી માંગતા સમાધાન થયું

જૂનાગઢ તા. ૩
ભવનાથ ખાતે આવેલા રૂદ્રેશ્વર ભારતી આશ્રમનાં મહંત અને અખાડાનાં વરીષ્ઠ સંત ઈન્દ્રભારતી બાપુ અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે ગઈકાલે મોડી રાત્રે અંત આવ્યો હતો. સંતોની ઉપસ્થિતિમાં કીર્તિ પટેલે માફી માંગી અને સંતો પ્રત્યે આદરભાવના વ્યકત કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ભવનાથ ખાતે સંપન્ન થયેલા શિવરાત્રી મેળા દરમ્યાન મૃગીકુંડમાં ભગવા વસ્ત્રો પહેરી અને કીર્તિ પટેલે ડુબકી મારી અને સ્નાન કર્યુ અને ત્યાંથી જ વિવાદનો મધપુડો છેડાયો હતો. મૃગીકુંડમાંથી કીર્તિ પટેલને બહાર કાઢવાનાં મુદે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ વિરૂધ્ધ ગંભીર પ્રકારનાં આક્ષેપો કર્યા હતાં. એક તકે તો ઈન્દ્રભારતી બાપુ વિરૂધ્ધ લાઈવમાં આક્ષેપબાજી કરવા માટેની ચેલેન્જ પણ કીર્તિ પટેલે આપી હતી. પરંતુ આ લાઈવ કાર્યક્રમ કોઈપણ કારણસર મોકુફ રહયો હતો. ઉપરોકાત ઘટના બાદ કીર્તિ પટેલ વિરૂધ્ધ જુદી જુદી ફરીયાદો પણ નોંધાઈ હતી. આ દરમ્યાન ગઈકાલે કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેનાં વિવાદમાં નાટયાત્મક વળાંક આવ્યો હતો અને સમાધાન થયું હોવાનું બહાર આવેલ છે. જૂનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું. ઇન્દ્રભારતી બાપુ તથા અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે પોતાના ગુરૂ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરૂ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, "ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પરંતુ, ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો." તેમણે વધુમાં કહ્યું કે, તેમના ગુરૂ હરીહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ-સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું છે. આ સમાધાનથી તમામ વાદ-વિવાદનો અંત આવ્યો છે. આ ઘટના બાદ ભક્તો અને અનુયાયીઓમાં રાહતનો માહોલ જાેવા મળી રહ્યો છે, જેમાં સનાતન ધર્મની એકતા અને સંતોના માન-સન્માનને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રસંગે કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.