સાળંગપુર : શ્રાવણ માસના મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા  કરાયા

સાળંગપુર : શ્રાવણ માસના મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા  કરાયા

સાળંગપુર તા. ૧૯
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૮-૦૮-૨૦૨૬ને મંગળવારના રોજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું ભક્તિ-ભાવપૂર્વક શ્રીહરિ મંદિરમાં આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર તરફથી સંપૂર્ણ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.આજે ભક્તોના દ્વારા સાંજે ૪થી ૬ વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યો હતો. જેથી ભક્તજનો ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા.ભક્તજનોના શ્રદ્ધા ભાવની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દિવ્ય અને શાંતિમય બનાવી દીધું હતું.