ગાંધીગ્રામ પાસે નવા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂરજાેશમાંં

નજીકનાં સમયમાં જ ફાટકોની સમસ્યામાંથી શહેર મુકત થશે

ગાંધીગ્રામ પાસે નવા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂરજાેશમાંં

જૂનાગઢ તા. ૮
જૂનાગઢ શહેરનાં લોકોની વર્ષો જુની ફાટકની સમસ્યા હવે નજીકનાં સમયમાં દુર થાય તેમ લાગે છે. ગાંધીગ્રામ પાસે નવા સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂરજાેશમાં ચાલી રહયું છે અને બે મહીનામાં જ કામગીરી પૂર્ણ થશે.
જૂનાગઢ શહેરના હાર્દસમા વિસ્તારમાંથી પસાર થતી મીટર ગેજ લાઇન અને વારંવાર બંધ થતી ફાટકોની સમસ્યાનો આખરે અંત આવવા જઈ રહ્યો છે.
ગાંધીગ્રામ પાસે આકાર લઈ રહેલા નવા રેલવે સ્ટેશનનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ચાલી રહેલા કામકાજની પ્રગતિની સમીક્ષા કરી હતી. તમામ નિર્માણ કાર્ય ગુણવત્તાસભર અને ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીઓએ સ્થળ પર જ જરૂરી ટેકનિકલ દિશા-નિર્દેશો આપ્યા હતા અને આગામી બે મહિનાની અંદર આ આખો પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવાનો આખરી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
વધુમાં ગાંધીગ્રામનું આ નવું રેલવે સ્ટેશન કાર્યરત થતાંની સાથે જ શહેરના મધ્ય ભાગમાં આવેલા ૭થી વધુ રેલવે ફાટકો હંમેશા માટે દૂર થઈ જશે. ફાટકો બંધ થવાને કારણે રોજબરોજ યોજાતા ટ્રાફિકના દ્રશ્યો અને પીક અવર્સમાં વેડફાતો કિંમતી સમય હવે બચી જશે.
નવા સ્ટેશન પરિસરમાં પ્લેટફોર્મ, ટ્રેક લાઇન અને મુસાફરો માટેની પ્રાથમિક સુવિધાઓનું માળખું ઝડપથી તૈયાર થઈ રહ્યું છે. બે મહિનામાં કામ પૂર્ણ થતાં જ મીટર ગેજ ટ્રેનોનું સંચાલન આ નવા સ્ટેશનથી શરૂ કરી દેવાશે, જેનાથી જૂનાગઢના વાહનચાલકો અને સ્થાનિક રહીશોને મોટી રાહત મળશે. તેમ જાણવા મળે છે.