પેરીસમાં BAPS સ્વામીનારાયણ સંગઠનના સાધુઓની એફીલ ટાવર મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

પેરીસમાં BAPS સ્વામીનારાયણ સંગઠનના સાધુઓની એફીલ ટાવર મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

પેરીસ તા.૮ :
ફ્રાન્સના પાટનગર પેરીસમાં અક્ષર પુરુષોતમ બોચાસણવાસી સ્વામીનારાયણ પંથના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે એક વિવાદ પણ જોડાઈ ગયા છે. દેશભરમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી આ સંસ્થાના સેંકડો સાધુઓ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓના પેરીસ દર્શનમાં વિખ્યાત એફીલ ટાવરની મુલાકાત સમયે ટાવર સંચાલન ટીમમાં જોડાયેલા મહિલા કર્મચારીઓને ફરજ પરથી થોડો સમય દુર રખાતા  વિવાદ સર્જાયો હતો. શનિવારે સાધુઓનો સમૂહ એફીલ ટાવરની મુલાકાતે ગયા તે સમયે ડયુટી પરના મહિલા કર્મચારીઓને તેમની ડયુટી છોડવા અને સાધુઓ જયાં સુધી એફીલ ટાવર સંકુલમાં હોય ત્યાં સુધી ડયુટી પર નહી આવવા સૂચના અપાઈ હતી. જેમના સ્થાને પુરુષ કર્મચારીઓને ડયુટી સોપાઈ હતી. જેની સામે સોમવારે જ એફીલ ટાવર કર્મચારી સંગઠને બેઠક કરી વિરોધ કર્યો હતો.