જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગમાં રૂા.રર૭.૭૬ કરોડના કામોની મંજુરી અપાઈ

જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગમાં રૂા.રર૭.૭૬ કરોડના કામોની મંજુરી અપાઈ

જૂનાગઢ તા.૮
જૂનાગઢ મહાનગરપાલીકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લીબેન ઠાકરે આજે વાતચીત કરતા જણાવ્યંુ હતું કે, આજે જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં રૂા.રર૭.૭૬ કરોડના કામોની મંજુરી અપાઈ છે. આ અંગે તેમણે માહિતી આપતા કહ્યું કે, ર૦ર૬-ર૭ ના જે સ્વર્ણિમના આયોજનો, યોજનાઓ છે તેને મંજુરી આપવામાં આવી છે. દરેક વોર્ડવાઈઝ ઈન્ટરનલ રોડના કામોને મંજુરી આપવામાં આવી છે. મજેવડી ગેઈટ પાસે જે ટાઉનહોલ અને લાઈબ્રેરી બનાવવાનું આયોજન છે તેનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. તેના ભાવોને મંજુર કરવામાં આવ્યા છે. આ સાથે વિઝન-ર૦૩૬ અંતર્ગત સરકારે જે આયોજન માંગ્યું હતું તે અંતર્ગત તેનો રોડમેપ રજુ કર્યો છે જે કદાચ સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે. તેમ તેમણે જણાવ્યું હતું. શહેરની વસ્તી અને વિસ્તારોના વ્યાપને ધ્યાનમાં રાખતા આયોજન મંજુર કરવામાં આવ્યું છે. તેમ પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું.